જસદણમાં આવતીકાલે સૌથી મોટું રાજકીય યુદ્ધ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. આવતીકાલે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઇને જસદણની જનતા પસંદગીની મહોર મારશે. જસદણમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટા ચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા.
બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ
જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની સાથે પ્રદેશ પ્રમુખો માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. પેટા ચૂંટણીનું પરિણામ બંને પક્ષના નેતા પર અસર પાડશે. હાલ ભલે પેટાચૂંટણી હોય પણ માહોલ રાજ્યસભાની ચૂંટણી જેવો સર્જાયો છે. જો આ પેટા ચૂંટણી ભાજપ જીત્યું તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની શાખમાં વધારો થશે. અને જો હારશે તો પ્રદેશ પ્રમુખ પર સીધી જ અસર પડશે. આ તરફ કોંગ્રેસ જીત્યુ તો પરેશ ધાનાણી મજબૂત રહેવાશે. અને જો કોંગ્રેસ હારશે તો પરંપરાગત બેઠક ગુમાવવાનો બુટ્ટો લાગી જશે.
મહત્વપૂર્ણ છે કે જસદણ બેઠક પર 2.32 લાખ નોંધાયેલા મતદારો છે. છેલ્લી 14 ચૂંટણીમાં કોંગ્રેસ 9 વાર જીતી છે. આ બેઠક પર 35 % કોળી મતદારોનો પ્રભાવ છે.
અત્યાર સુધી કયા પક્ષના કયા ઉમેદવારે જીત મેળવી છે તે જાણો...
જસદણ વિધાનસભા બેઠકનો વિજયી ઉમેદવારોનો અત્યાર સુધીનો રેકોર્ડ | ||||
વર્ષ | ઉમેદવારનું નામ | પક્ષ | મત સંખ્યા (જીતનાર ઉમેદવાર) | જીતનો તફાવત (મતસંખ્યા) |
2017 | કુંવરજી બાવળીયા | કોંગ્રેસ | 84321 | 9277 |
2012 | ભોળાભાઈ ગોહિલ | કોંગ્રેસ | 78055 | 11027 |
2009 (પેટાચૂંટણી) | બી બી ખોડાભાઈ | ભાજપ | 59934 | 14774 |
2007 | કુંવરજી બાવળીયા | કોંગ્રેસ | 64674 | 25679 |
2002 | કુંવરજી બાવળીયા | કોંગ્રેસ | 71296 | 20599 |
1998 | કુંવરજી બાવળીયા | કોંગ્રેસ | 40473 | 13300 |
1995 | કુંવરજી બાવળીયા | કોંગ્રેસ | 46207 | 21604 |
1990 | ભીખાભાઈ ભાંભણીયા | IND (અપક્ષ) | 19112 | 8187 |
1985 | ડાભી મામૈયાભાઈ | કોંગ્રેસ | 24736 | 10002 |
1980 | ડાભી મામૈયાભાઈ | IND (અપક્ષ) | 19041 | 4623 |
1975 | શિવકુમાર ખાચર | IND (અપક્ષ) | 27486 | 11199 |
1972 | ગોસાઈ પી ગુલાબગીરી | કોંગ્રેસ | 18831 | 6839 |
1967 | શિવકુમાર ખાચર | SWA | 13553 | 67 |
1962 | વસંત પ્રભા શાહ | કોંગ્રેસ | 11186 | 4682 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે